Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઓસ્ટ્રેલિયાના વેપારી સ્ટેન પેરોને 300 કરોડની સંપત્તિ દાન કરી દીધી

ગરીબ બાળકોના સ્વાસ્થ્ય અને વંચિત લોકોની સહાયતામાં રકમ વપરાશે :સ્ટેનનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું

 

સિડની :ઓસ્ટ્રેલિયાના એક વેપારી સ્ટેન પેરોને પોતાની 2.8 અબજ ડોલર અટલે કે લગભગ 300 કરોડ રૂપિયાની સંપત્તિ દાન કરી દીધી છે.પેરોનનું નવેમ્બરમાં 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. સમાચાર એજન્સિ સિન્હુઆ મુજબ સ્ટેનના ગુરૂવારે અંતિમ સંસ્કાર કરાયા હતા જેમાં પરિવાર, મિત્રો અને અન્ય લોકોએ ભાગ લીધો.

   પોતાના મૃત્યું પહેલા સ્ટેને એક દસ્તાવેજમાં લખ્યું હતું કે, તે પોતાની સંસ્થા સ્ટેન પેરોન ધર્માર્થ સંસ્થાને પોતાની સંપત્તિનો અડધો ભાગ દાન કરી રહ્યા છે. સ્ટેને લખ્યું હતું કે, મે મારા જીવનમાં મારા બાળપણના લક્ષ્યને પુરૂ કર્યું છે, અને પોતાના પરિવાર માટે પણ ઘણું કર્યું છે. પરંતુ હું ખુબ ભાગ્યશાળી છુ કે મે મારા જીવનમાં જે કમાણી કરી, તેનાથી હું વંચિત લોકોની સહાયતા કરી શકું છુ અને તેમના જીવનને બદલવાની કોશિસ કરવા સક્ષમ છું

   ધર્માર્થ સંસ્થા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના બાળકોને સ્વાસ્થ્ય પર કેન્દ્રીત છે, જેની દેખરેખ હવે સ્ટેનની દીકરી (52) કરશે. સ્ટેનનું બાળપણ ગરીબીમાં વીત્યું, પરંતુ પોતાની મહેનતના દમ પર ધીરે-ધીરે તેણે દેશભરમાં પોતાનો વ્યાપાર ફેલાવ્યો. કારણથી મૃત્યું પહેલા તેણે પોતાની કમાણીમાંથી મોટો ભાગ તે ગરીબ બાળકો માટે રાખ્યો, જેમનું બાળપણ ગરીબીમાં વીતી રહ્યું છે

(11:32 pm IST)