Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ઇજિપ્તમાં રસ્તા પર વીંછી આવી જતા લોકોમાં ભય જોવા મળ્યો

નવી દિલ્હી: આરબ દેશ ઈજિપ્તમાં દક્ષિણી હિસ્સામાં અચાનક જ ઝેરીલા વીંછીઓનુ ઘોડાપૂર આવ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણમાં આવેલા અસ્વાન વિસ્તારમાં ચારે તરફ ઘરો અને રસ્તાઓ પર નજર પડે ત્યાં સુધી હજારો વિંછીઓ નજરે પડી રહ્યા છે.આ વિંછી ઝેરીલા છે અને તે ડંખ મારે તો એક જ કલાકમાં માણસનુ મોત થઈ શકે છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે અને વિંછીના ડંખવાના કારણે સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.આ વિસ્તારમાં શુક્રવારે ભારે તોફાન સાથે વરસાદ પડ્યો હતો અને પૂર જેવી સ્થિતિ સર્જાતા રણમાં સામાન્ય રીતે સપાટીની નીચે રહેતા વિંછીઓ હવે બહાર આવી ગયા છે. ઈજિપ્તમાં મોટા પાયે આરબ પ્રજાતિ તરીકે ઓળખાતા વિંછી જોવા મળે છે અને તેને દુનિયાના સૌથી ખતરનાક વિંછી માનવામાં આવે છે.તેના ડંખવાથી તિવ્ર વેદના થતી હોય છે, સોજો આવી જાય છે અને જો સારવાર ના મળે તો એક કલાકમાં માણસનુ મોત થાય છે.

(6:54 pm IST)