Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જાપાનમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના હોંશૂ દ્વીપના ચીબા પ્રાંતમાં શનિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.3ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બોસો પ્રાયદ્વીપના કત્સુરા શહેરથી 176 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સમુદ્રની 10 કિલોમીટર ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે. ભારતીય સમયાનુસાર સવારના લગભગ 8 વાગ્યાને 21 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

(6:06 pm IST)