Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અન્ય બાળકોથી અલગ હોવાના કારણે આ બાળક કરી રહ્યો છે ગ્રેજ્યુએશનની ડિર્ગી લેવાની તૈયારી

નવી દિલ્હી:નવ વર્ષે બાળકો પ્રાઈમરી સ્કૂલમાં ભણતા હોય છે ત્યારે બેલ્જિયમનો નવ વર્ષનો બાળક ગ્રેજ્યુએશનની ડિગ્રી લેવાની તૈયારી કરી રહ્યો છે.લોરેન્ટ સિમોન્સ હાલમાં બેલ્જિયમની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.ડિસેમ્બરમાં તેનો અભ્યાસ પૂરો થશે અને યુનિવર્સિટી તેને ડિગ્રી આપશે.લોરેન્ટ અહીંજ નથી અટકવાનો.ડિગ્રી લીધા બાદ તે પીએચડી કરવા માંગે છે.લોરેન્ટને એન્જિનિયરિંગની સાથે મેડિકલની પણ ડિગ્રી લેવી છે.

                            તેના માતા પિતાનુ કહેવુ છે કે. જ્યારે તે જન્મ્યો ત્યારે જ તેના દાદા દાદીએ કહ્યુ હતુ કે, આ બાળક ભગવાન તરફથી મળેલી ગિફ્ટ છે અને જ્યારે તેના સ્કૂલના શિક્ષકો પણ તેની બુધ્ધિમત્તાના વખાણ કરવા માંડ્યા ત્યારે અમને લાગ્યુ હતુ કે, લોરેન્ટ બીજા બાળકો કરતા અલગ છે.

(6:05 pm IST)