Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમેરિકાના ટેક્સાસમાં પિતાની ખુશી માટે આ બે યુગલે કર્યા લગ્ન

નવી દિલ્હી:કોઈપણના જીવનમાં લગ્ન એવો પ્રસંગ છે જેને યાદગાર બનાવવા લોકો કરોડો રૂપિયા પણ ખર્ચતા વિચાર નથી કરતા. કોઈ મહેલમાં લગ્ન કરતું હોય છે તો કોઈ દરિયાકિનારે બીચ પર.પરંતુ આજે આપણે એવા યુગલની વાત કરવાના છીએ જેમણે હોસ્પિટલમાં લગ્ન કર્યા હોય.અમેરિકાના ટેક્સાસમાં રહેતા અલિહા અને મિશેલ થોમસનએ હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા એ પણ વેડિંગ ડ્રેસ નહિ પરંતુ હોસ્પિટલના યુનિફોર્મમાં.

                                  અલિહા અને મિશેલે આ રીતે લગ્ન કેમ કર્યા.મિશેલ એટલે કે યુવકના પિતાને ગંભીર કહેવાય તેવું ઓપરેશન કરાવવું પડે તેવું હતું જેના માટે તેમણે લાંબા સમય સુધી હોસ્ટિપલમાં જ પસાર કરવા પડે તેમ હતું. જેથી મિશેલે નક્કી કર્યું કે તેમને સરપ્રાઈઝ આપવામાં આવે અને લગ્ન હોસ્પિટલમાં જ કરવામાં આવે. મિશેલ અને અલિહા બંનેએ મળીને પિતાની સર્જરી થાય તે પહેલા આ સરપ્રાઈઝ આપી. તેઓ ચર્ચ ન ગયા પરંતુ પિતાની સામે જ રિંગ સેરેમની કરી દીધી. વોર્ડમાં બાકીના દર્દીઓ પણ આ દ્રશ્ય જોઈને આશ્રયચકિત થઈ ગયા.

(6:04 pm IST)