Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આર્થિક સમસ્યાથી પરેશાન પાકિસ્તાને ટાયફોડથી બચવા માટે એક નવી રસી લોંચ કરી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ટાયફોડની સંખ્યામાં અચાનક વધારો થતા ત્યાંની સરકારે સાવચેત થઈને ટાઇફોડથી બચવા માટે પાકિસ્તાનમાં એક નવી રસી લોંચ કરી છે અને ખાસ વાત એ છે કે આ વૈકસીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની લીલી ઝંડી આપી દીધી છે અને સાથે જણાવ્યું છે કે પાકિસ્તાન હાલમાં ખુબજ આર્થિક પરેશાનીમાંથી પસાર થઇ રહ્યું છે છતાં પણ તેમને આ રસી લોંચ કરી છે.

                     પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ટાઇફોડની ઘણી બધી ઘટનામાં સામે આવી હતી વર્ષ 2017માં લગભગ દસ હજાર લોકો આ બીમારીનો ભોગ બન્યા હતા અને  આ વાતને ધ્યાનમાં રાખતા પાકિસ્તાનની સ્વાસ્થ્ય ટીમે આ રસીને લોંચ કરી છે.

(6:04 pm IST)