Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઇટલીના વેનિસમાં ભયાનક પૂરપ્રકોપ સર્જાયો: 50 વર્ષ પછી સર્જાણી આવી ખરાબ પરિસ્થિતિ

નવી દિલ્હી:વેનિસમાં 50 વર્ષ પછી ભયાનક પૂરપ્રકોપ સર્જાયો હતો. રસ્તાઓમાં ભરાયેલું પાંચ-છ ફૂટ પાણી ઓસર્યું ન હતું. આખરે ઈટાલીના વડાપ્રધાને કટોકટી જાહેર કરી દીધી હતી.

વેનિસમાં હાઈટાઈડના કારણે ભારે પૂરપ્રકોપ સર્જાયો છે. 50 વર્ષનું આ સૌથી ભયાનક પૂર ત્રાટક્યું હોવાથી આ સુંદર શહેરની કેટલીય આઈકોનિક ઈમારતોને ભારે નુકસાન થયું હતું.

વેનિસના મેયરે કટોકટી જાહેર કરીને આ પૂરમાંથી ઉભરતા વર્ષો લાગી જશે એવું કહ્યું હતું. પૂર ઓસરવાનું નામ ન લેતાં આખરે ઈટાલીના વડાપ્રધાન જોસેફ કાસ્ટેએ કટોકટી જાહેર કરીને આિર્થક મદદની પણ જાહેરાત કરી હતી. તેમણે આ સમયને સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો.

(6:04 pm IST)