Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પાકિસ્તાનમાં ૩૦૦૦ વર્ષ પૌરાણીક શહેર શોધવામાં આવ્યું

 પેશાવર : પાકિસ્તાન અને ઈટાલીના પુરાતત્વ નિષ્ણાતોએ ૩૦૦૦ વર્ષ જૂના શહેરની શોધ કરી છે. ઉત્ત્।ર પશ્યિમ પાકિસ્તાનમાં સંયુકત ઉત્ખનનમાં મહાન સિકંદરના અવશેષો છે. ૫૦૦૦ વર્ષ પુરાણી સભ્યતા અને એની કલાકૃતિઓ માટે પ્રસિદ્ઘ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના બારિકોટ તાલુકામાં બેઝેરા નામના શહેરની શોધ કરાઈ હતી. શોધમાં એ સમયકાળના હિંદુ મંદિરો, સિક્કાઓ, સ્તૂપોં, વાસણો અને હથિયારોના અવશેષ મળ્યા છે.

પુરાતત્વવિદ્દોનું માનવું છે કે, સિકંદર ઈ.સ. પૂર્વ ૩૨૬માં પોતાની સેના સાથે સ્વાતમાં આવ્યો હતો અને તેણે ઓડીગ્રામ ક્ષેત્રમાં લડેલા એક યુદ્ઘમાં વિરોધીઓને પરાસ્ત કર્યા હતા. બાદમાં સિકંદરે અહીંયા બેઝેરા નામના કિસ્સાનું નિર્માણ કર્યું હતું. તજજ્ઞોના કહેવા અનુસાર, સિકંદરના કાળથી પહેલા પણ શહેરમાં જીવનના નિશાન મળ્યા હતા. સિકંદરથી પહેલા, ઈન્ડો-ગ્રીક, બુદ્ઘમત, હિંદુ શાહી અને મુસલમાનના અનુયાયીઓ શહેરમાં રહેતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરાતત્વ સંસ્થાના એક અધિકારીએ વર્ષ ૧૯૨૨માં મોહેં-જો-દડોની શોધ કરી હતી. ત્યારબાદ ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું તો આ વિરાસત સ્થળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિસ્સામાં ગયું હતું. ત્યારબાદ ૫૦ વર્ષો સુધી કેટલાય ચરણોમાં અહીંયા ખોદકામ થયું. આ દરમિયાન તામ્ર યુગમાં વસવાટ કરતા એક શહેરના અવશેષો મળ્યા હતા.વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મોહેં-જો-દડોને સૌથી મોટો ખતરો પર્યટકોથી છે, જે પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં અહીંયા આવે છે.

(4:20 pm IST)