Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જો તમારી પ્રાઇવસીની ચિંતા ન હોય તો જપાનમાં ભાડેથી મળશે માત્ર ૭૧ રૂપિયામાં હોટેલનો રૂમ

ટોકીયો,તા.૧૬: જપાન જેવા મોંદ્યા શહેરમાં હોટેલનો રૂમ એક રાત માટે માત્ર ૭૧ રૂપિયામાં જ પડે એ ખરેખર જ લલચામણું કહેવાય. જોકે જયારે કોઈક ચીજ ખૂબ સસ્તી મળતી હોય ત્યારે એમાં એક કેચ પણ હોય. જપાનના ફુકુઓકા શહેરના બિઝનેસ વિસ્તારથી જસ્ટ પંદર મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આ હોટેલ છે જેની આજુબાજુમાં જ શહેરનો મસ્ત શોપિંગ અને એન્ટરટેઇનમેન્ટ એરિયા આવેલો છે. આ હોટેલમાં જો તમે એક રાત રોકાવા માગતા હો તો તમને માત્ર ૧૩૦ યેન એટલે કે લગભગ ૭૧ રૂપિયામાં મળી શકે છે. જોકે આ લોભામણી ઓફર પાછળ એક શરત છે. જો તમે હોટલમાં રહો એ આખો સમય યુટ્યુબ પર લાઇવ-સ્ટ્રીમ થાય એ માટે તૈયાર હો તો જ આટલું સસ્તું ભાડું તમને મળે. આ ડીલ વીક દરમ્યાન પણ અને વીકએન્ડ દરમ્યાન પણ અવેલેબલ છે. આ ડીલનો એડવાન્ટેજ કોઈ પણ લઈ શકે છે. આ ઓફરનો લાભ યુટ્યુબરો અને વ્લોગરો ધૂમ ઉઠાવી રહ્યા છે એટલું જ નહીં, આમ આદમીઓ પણ સસ્તું અકોમોડેશન મેળવવા માટે યુટ્યુબ પર લાઇવ-સ્ટ્રીમ થવા તૈયાર થઈ જાય છે.

આ રૂમમાં એક જ કેમેરા છે, પરંતુ એવી જગ્યાએ છે કે જયાંથી રૂમનો એકેએક ખૂણો કવર થઈ જાય. હા, એમાં માઇક્રોફોન નથી હોતો એટલે તમે કશુંક બોલો કે મ્યુઝિક-ટીવી માણો તો એનો અવાજ ચેનલ પર નથી આવતો

(3:36 pm IST)