Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

૧૧ શિપિંગ કન્ટેનર્સમાંથી આ ભાઈએ બનાવ્યું ત્રણ માળનું ડ્રીમહાઉસ

ન્યુયોર્ક,તા.૧૬: મેટલના બનેલા શિપિંગ કન્ટેનર્સને એક પર એક મૂકીને ત્રણ માળનું દ્યર બનાવવાનો આઇડિયા કદાચ બાલિશ લાગે, પણ ડિઝાઇનર વિલ બ્રેઓકસે કુલ ૧૧ શિપિંગ કન્ટેનર્સને એકની ઉપર એક ગોઠવીને હ્યુસ્ટન શહેરની મધ્યમાં પોતાનું ત્રણ માળનું ડ્રીમહાઉસ તૈયાર કર્યું છે. લાંબા સમય સુધી પોતાના ડ્રીમહાઉસ વિશે યોજના તૈયાર કર્યા પછી વિલે ૩ડી રેન્ડરિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને બનાવેલા દ્યરની કલ્પનાને સાકાર કરવાના કામે લાગી ગયો. જાયન્ટ ક્રેનની મદદથી કન્ટેનર્સને એકમેક પર મૂકી વિલે એના ઇન્ટીરિયરનું કામ શરૂ કર્યું. જોકે પૈસાની અછતને કારણે કન્ટેનરના દ્યરનું બે-તૃતીયાંશ જેટલું કામ બાકી છે. કન્ટેનરમાંથી બનેલું આ દ્યર એકદમ નિરાળું હોવાથી સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષી રહ્યું છે.(

(3:35 pm IST)