Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બગદાદીનો ખાતમો બોલાવામાં ''રોબોટે'' પણ મહત્વનો ભાગ ભજવેલ

વોશ્ગીંટનઃ આઈએસના મુખીયા બગદાદીનો ખાતમો બોલાવામાં સૈન્યની સાથે રોબોટે પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલાસો કર્યો છે. ટ્રમ્પ મુજબ બગદાદીને બારીકાઈથી ટ્રેક કરી રહ્યા હતા. જયારે ખબર પડી કે તે એક સુરંગમાં છુપાયેલો હોય શકે છે ત્યારે અમે એક રોબોટને સુરંગમાં મોકલવા માટે તૈયાર કરેલ. જે સુરંગમાં જઈ બગદાદીનો પતો લગાવી શકે. એક પત્રકારના શું રોબોટે સુરંગ પીછો કરેલ તેવા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે જણાવેલ કે રોબોટને સેટ કરવામાં આવેલ અને તેણે લોકેશનની જાણકારી મેળવેલ.

જો કે બીજા કોઈએ આ અંગે પુષ્ટી કરી નથી અને ટ્રમ્પના લેખીત નિવેદનમાં પણ રોબોટનો કોઈ ઉલ્લેખ નથી. અમેરિકાએ ૨.૫ કરોડ ડોલરનું ઈનામ બગદાદી ઉપર રાખેલ. આ ઈનામ તે ખબરીને મળશે કે જેણે બગદાદી અંગે સૂચના આપી હતી. રોબોટ ઉપરાંત ૫૦ થી વધુ યુધ્ધ અભિયાનોમાં સામેલ અમેરિકી ડોગની પણ ભૂમિકા બગદાદીના ખાતમામાં મહત્વની રહી હતી. તેનું નામ જાહેર કરાયુ નથી.

(2:31 pm IST)