Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જાપાનમાં વિમાનમા બારી પાસે બેસવાની જીદ કરતા એરહોસ્ટેસે આઇડીયા કર્યો

વિમાન યાત્રામાં મોટાભાગના લોકોને વિન્ડો સીટ જ જોઈતી હોય છે. દીકરા મારી તબિયત ખરાબ છે, આગળ બેસી જાને જરા.. આવા બહાના બનતા હોય છે.

આ રીતે જાપાનના એક યાત્રીએ જિદ કરી કે તેમને ફ્લાઈટમાં વિન્ડો સીટ પર બેસવું છે. બધા પરેશાન થઈ ગયા. આ બધાની વચ્ચે એર હોસ્ટેસે દિમાગ દોડાવીને કમાલ કરી નાખી.

એર હોસ્ટેસે નકલી બારી બનાવી દીધી અને તેને વિમાનની દિવાલ પર ચોંટાડી દીધી. આ બારીમાં વાદળો પણ બનાવ્યા હતા.. લો હવે મજા, નીચે નદી પણ બનાવી દીધી.. જાપાની ટ્વીટર યુઝર @Kooo_TmS-suke એ આ તસવીર ટ્વીટર પર શેર કરીને જણાવ્યું કે, મગજ ખુલ્લા રાખવું જોઈએ. ખબર નહીં, ક્યારે તમારે ક્રિએટિવીટી બતાવવી પડે.

(4:47 pm IST)