Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બાળકોને મોબાઈલ અને ટીવીથી રાખો દૂર

દરેક માતા-પિતા પોતાના બાળકોનું સારૂ ભવિષ્ય જોવા ઈચ્છતા હોય છે. માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેનું બાળક જીવનની ઉંચાઈના શિખરો સર કરી તેમનું નામ રોશન કરે. પરંતુ, તમારી આ ઈચ્છાને પૂરી કરવા માટે થોડી મહેનત તો તમારે પણ કરવી પડશે. તમારે તમારા બાળકની અમુક આદતોમાં બાળપણથી જ સુધારો લાવવો પડશે.

મોબાઈલનો ઓછો ઉપયોગ

આજના બાળકોને હાથમાં મોબાઈલ પકડાવી દો, એટલે તેમાં જ તે આખો દિવસ મથ્યા કરે છે. પરંતુ, જો તમે તમારા બાળકનું સારૂ ભવિષ્ય ઈચ્છો છો તો તમારા બાળકને મોબાઈલથી દૂર રાખો. તેને સમજાવવુ કે ફ્રી સમયમાં પુસ્તક વાંચવા અને અન્ય કામો કરવા જોઈએ. પરંતુ, મોબાઈલ સાથે તેમની મિત્રતા તેના સારા ભવિષ્યમાં રૂકાવટનું કામ કરે છે.

ટીવી ઓછુ જોવુ

બાળકો આજકાલ ટીવી ઉપર આખો દિવસ માત્ર કાર્ટૂન અથવા ફિલ્મો જ જોવે છે.ઙ્ગ તેની આઉટડોર એકિટવીટી ઓછી થઈ જવાના કારણે તેના શરીરનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. તો બાળકોને આખો દિવસ ટીવી જોવાના બદલે બહાર રમવા જવા માટે કહેવું.

ભણવામાં ધ્યાન આપવુ

તમારા બાળકોને વારંવાર સમજાવતા રહો કે આ સમય ભણવા માટેનો યોગ્ય સમય છે. જો હાલ તે સારી રીતે ભણવામાં ધ્યાન આપશે, તો તેનું આખુ જીવન સારૂ પસાર થશે.

અજાણ્યા લોકોથી દૂર રહેવુ

બાળકોને હંમેશા સમજાવવુ કે અજાણ્યા લોકોથી બને તેટલુ દૂર રહેવુ જોઈએ અને કોઈ અજાણ્યા માણસ પર ઝડપથી ભરોશો ન કરી લેવો જોઈએ.

(11:00 am IST)