Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

૨૧૦૦ ડાયમંડ ધરાવતી ૭ કરોડની બિકીમાં આ મોડેલે કર્યું રેમ્‍પવોક

અમેરિકાના ન્‍યૂયોર્કમાં યોજાયો ફેશન શો

ન્‍યૂયોર્ક તા. ૧૬ : આમ તો ફેશનવીકમાં અવનવા કપડાંમાં સજ્જ થઈને રેમ્‍પવોક કરે છે. પરંતુ, તાજેતરમાં એક મોડેલ અલ્‍સા હસ્‍કે ૨૧૦૦થી વધારે ડાયમંડ તથા અન્‍ય કિમતી સ્‍ટોન બિકીનીમાં લગાવીને રેમ્‍પવોક કર્યું હતું. મોડેલ અલ્‍સા હોસ્‍કે એ સમયે ચર્ચામાં આવી જયારે તેણે આશરે ૭ કરોડ ૧૯ લાખ રૂપિયાની બ્રા પહેરીને રેમ્‍પવોક કર્યું હતું.

અમેરિકના ન્‍યૂયોર્ક શહેરમાં જયારે ૩૦ વર્ષીય મોડેલ અલ્‍સાએ ગુરૂવારે શો દરમિયાન ડાયમંડની બિકીની પહેરીને રેમ્‍પવોક કર્યું ત્‍યારે સૌ લોકો ચોંકી ગયા હતા. લોકોન નઝર આ મોડેલ પરથી હટતી ન હતી. લુકના મામલે અલ્‍સાનો આ લુક અગાઉ ક્‍યારેય જોવા મળ્‍યો ન હતો.

અલ્‍સાએ પોતાના આ લુકની કેટલીક તસવીર પોતાના ઈનસ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર શેર કરી હતી. તેમના આ તસવીર બીજા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. અલ્‍સાએ સિલ્‍વર કલરની બિકીનીમાં વિગ્‍સ લગાવેલા પોતાના ફોટા પણ શેર કર્યા હતા. જેમાં એ એકદમ ગ્‍લેમરસ લાગી રહી છે. રેમ્‍પવોક દરમિયાન તેની ફીટનેસ પણ જોવા મળી હતી.

(10:37 am IST)