Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

અમેરિકી યુદ્ધ જહાજે રશિયાના જળક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હોવાનો આરોપ

નવી દિલ્હી: રશિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે, અમેરિકી યુદ્ધ જહાજે તેના જહાજક્ષેત્રે ઘુસણખોરી કરી હતી. અમે તેને પીછો કરીને ખદેડયું હતું. સામે પક્ષે અમેરિકાએ એવો બચાવ કર્યો હતો કે એશિયાને ગેરસમજ થઇ છે, તેના જાહાજ જાપાનના સાગરમાં નિયમિત સંચાલન કરી રહયું હતું. આ અંગેની વિગત એવી છે. કે રશિયાએ ગઇકાલે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે, એક અમેરિકી નૌસેનાના યુદ્ધ જહાજને અમારા જલક્ષેત્ર ઘુસતા રોકાયું હતું. તેને પાછા જવા વારંવાર ચેતવણી આપવા છતા ન જતા તેનો પીછો કરવો પડયો હતો જેથી અમેરિકી યુદ્ધ જહાજે પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો અને પરત ફરી ગયું હતું. સામે પક્ષે અમેરિકાએ રશિયાનો આરોપ ફગાવતા જણાવ્યું હતું કે, અમારું યુદ્ધ જહાજ. ચાફી જાપનના સાગરમાં નિયમિત સંચાલ નરી રહયું હતું. રશિયાને ગેરસમજ થઇ હતી કે, અમે ખોટી ગતિવિધિને અંજામ આપી રહયા છીએ. ઉલ્લેખનીય છેકે, હાલ રશિયા અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ નીચલા સ્તરે છે.

(6:20 pm IST)