Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઓએમજી.... અમેરિકામાં આ ત્રણ વર્ષીય દીકરીએ મારી પિતાના માથામાં ગોળી

નવી દિલ્હી: અમેરિકાના ટેનેસીમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. ટેનેસીમાં એક ત્રણ વર્ષની બાળકીએ કારની અંદર પોતાના પિતાને જ ગોળી મારી દીધી છે. પોલિસે આ ઘટનામાં કારની અંદર સાથે બેઠેલા મૃત વ્યક્તિના દોસ્ત ઉપર આરોપ લગાવ્યો છે. પોલિસે જણાવ્યું કે આરોપીએ જાણી જોઇને બાળકીને બંદૂક આપી જેથી તેના દોસ્તની હત્યા થઇ શકે. પોલિસે જણાવ્યું કે આરોપી પાસે હથિયારનું લાઇસન્સ પણ નહોતું.

         આ ઘટના ટેનેસીના મેમ્ફિસ શહેરની છે. પોલિસે અદાલતમાં દાખલ કરેલી અરજી પ્રમાણે મૃતક વ્યક્તિ પોતાની કારમાં એક મહિલા સાથે જઇ રહ્યો હતો. તેની ત્રણ વર્ષની દીકરી પણ તેની સાથે કારમાં હતા, જે કારની પાછળી સીટમાં બેઠી હતી. રસ્તામાં તેણે પોતાના 26 વર્ષના એલાંતે જોન્સ નામના દોસ્તને પણ કારમાં બેસાડ્યો. કારમાં બેસ્યા બાદ જોન્સે પોતાની હેન્ડગન કાઢી અને સીટ ઉપર મૂકી. તેણે ગનને તે બાળકીની નજીક મૂકી જેથી તે તેને લઇ શકે. બાળકીએ પણ કુતુહુલવશ બંદૂક ઉઠાવી અને તેના વડે રમવા લાગી. આ દરમિયાન અચાનક ગોળી ફાયર થઇ અને કાર ચલાવી રહેલા વ્યક્તિના માથામા વાગી. ગોળી વાગવાના કારણે તે વ્યક્તિનું ત્યાં જ મોત થઇ ગયું. ત્યારબાદ પોલિસે કારમાં સાથે રહેલી મહિલાના નિવેદનને આધારે જોન્સની ધરપકડ કરી છે. પૂછપરછદરમિયાન જોન્સે પોતાનો અપરાધ કબૂલ પણ કર્યો છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(6:06 pm IST)