Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગુજરાતીઓના હોટ ફેવરીટ

થાઇલેન્ડમાં હજારો લોકો રસ્તા ઉપરઃ કટોકટી જાહેરઃ પ્રચંડ વિરોધ

થાઇલેન્ડની સરકારે દેશમાં વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન પછી ગુરુવારે કટોકટી જાહેર કરી દીધી છે. એક અસાધારણ ઘટનામાં રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ રાજવી પરિવારની કારના કાફલા નજીક પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કટોકટીની જાહેરાત પછી પોલિસે લોકોના ટોળાને વીખેરવાનું શરૂ કર્યું હતું. આખા દિવસની રેલીઓ અને વિરોધ પ્રદર્શન પછી આ લોકો વડાપ્રધાન પ્રયુથ-ચાન-ઓચાની ઓફિસ બહાર ભેગા થયા હતા. વિદ્યાર્થીઓની આગેવાનીમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં લાખોની જનમેદની જોડાઇ રહી છે.  લોકોએ ભૂતપૂર્વ જનરલની હોદ્દા પરથી બરતરફી, બંધારણીય ફેરફાર અને રાજવી પરિવારના નિયમો, તેમને મળતી સુવિધાઓમાં સુધારાની માંગણી કરી હતી. વિરોધમાં જોડાયેલા ઘણા નેતાઓને જેલમાં લઈ જવાયા હતા.

(12:49 pm IST)