Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

હવે શાળાની વિદ્યાર્થીનીઓને લઈને પાકિસ્તાનમાં શરૂ થયો વિવાદ : સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય

નવી દિલ્હી: પાકિસ્તાનના ખરાબ દિવસો પુરા થવાના નામ જ નથી લેતા પહેલા પુલવામા આતંકી હુમલો પછી જમ્મુ કશ્મીર પરથી કલમ 370 પૂર્ણ થવી તેમજ આ કારણોસર દુનિયા આખીમાં પાકિસ્તાન હવે નવા વિવાદોમાં ફસાઈ ગયું છે. આર્થિક અછતના કારણે પાકિસ્તાનમાં આ વખતે દેશની અંદરથી વિવાદના સુર જણાઈ રહ્યા છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં  શાળામાં યુવતીઓને બુરખો પહેરાવવાની વાતને લઈને  હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ તેની ચર્ચા થઇ રહી છે પાકિસ્તાન સરકાર દ્વારા સરકારી ખર્ચમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે ખરીદવામાં આવેલ બુરખાના કારણે આ ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:57 pm IST)