Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રશિયામાં કામચતકા પ્રાયદ્વીપ પર ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: રશિયાના સુદૂર પૂર્વી કામચતકા  પ્રાયદ્વીપના કુરિલ દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કર્યા હોવાનું જાણવામાં આવ્યું છે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.3ની આંકવામાં આવી છે અમેરિકી ભૂગર્ભય સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર સેવરો-કુલીસકથી 117 કિલોમીટર દક્ષિણ જમીનની અંદર 33 કિલોમીટરની ઊંડાઈમાં હતું સ્થાનિક સમયાનુસાર રવિવારના રોજ ચાર વાગ્યાની આસપાસ આ ઝટકા મહેસુસ થયા હોવાનું જણાઈ રહ્યું છે.

(5:36 pm IST)