Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આ કાહિનૂરને લઈને થયો ખુલાસો

નવી દિલ્હી વિશ્વમાં લોકપ્રિય કોહિનૂર હીરો ના તો ઇસ્ટ ઇન્ડિયા કંપીનને ગિફ્ટમાં આપવામાં આવ્યો ના તો ચોરી થયો હતો. હકીકતમાં, લાહોરના મહારાજા દીલીપ સિંહે હીરો દબાણમાં ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાની સામે સરેન્ડર કરવો પડ્યો હતો. આ ખુલાસો એક આરટીઆઇના જવાબમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઇ)એ કર્યો છે.

 એએસઆઇએ જવાબ માટે લાહોર સંધિનો ઉલ્લેખ કર્યો. તેમાં જણાવ્યું કે, 1849માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લોર્ડ ડેલહાઉઝી અને મહારાજા દિલીપ સિંહની વચ્ચે એક સંધિ થઇ હતી. જેમાં અંગ્રેજ શાસનના લાહોરના મહારાજ દિલીપ સિંહને કોહિનૂર સરેન્ડર કરવા માટે કહ્યું હતું. - એએસઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, સંધિ દરમિયાન દિલીપ સિંહ (જે તે સમયે માત્ર 9 વર્ષના હતા)એ પોતાની મરજીથી મહારાણીને હીરો ગિફ્ટમાં નહતો આપ્યો, પરંતુ તેઓની પાસે બળજબરીથી લીધો હતો.

(5:43 pm IST)