Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આ બહેને પાણીને બદલે ૬૪ વર્ષથી પેપ્સી જ પીધી છે

લંડન તા. ૧૬: બ્રિટનમાં રહેતાં ૭૭ વર્ષનાં જેકી પેજ નામનાં માજી કોલ્ડ ડ્રિન્કસનાં જબરો શોખીન છે. ઠંડાં પીણાંનો એટલો શોખ છે કે ૧૩ વર્ષની ઉંમર પછીથી બહેને પાણી પણ પીધું નથી. પાણીની જગ્યગાએ તેમણે પેપ્સી જ પીધી છે. ૧૯પ૪ની સાલમાં તેમણે આ બદલાવ કર્યો હતો અને ત્યારથી આજ દિન સુધી રોજેરોજ પેપ્સીનાં કેન પેટમાં ઠાલવ્યે જાય છે. જેકીનું કહેવું છે કે ૧૩ વર્ષે તેને પેપ્સીનો સ્વાદ બહુ ભાવી ગયો. એમાં પાછું તેને એવું લાગવા લાગ્યું કે પેપ્સી પીવાથી તે વધુ સુંદર બની રહી છે. બસ પછી તો બહેને પાણી છોડઠીને એના સ્થાને પેપ્સી સ્વીકારી લીધી તેમનું કહેવું છે કે તેમને પેપ્સીનું વ્યસન નથી, પરંતુ પાણી પીવાનું ગમતું નથી અને પેપ્સી ભાવે છે એટલે જે ભાવે છે એ પીએ છે. સરેરાશ રોજની ચાર પેપ્સી પીધી હોય તો પણ છેલ્લાં ૬૪ વર્ષમાં તેણે લગભગ ૯૩,૪પ૦ બોટલ પેટમાં ઠાલવી હશે. અત્યાર સુધીમાં પેપ્સી ખરીદવા તેમણે ૬૩ લાખ રૂપિયા ખર્ચ્યા છે. રોજ ગળ્યાં પીણાં પીવા છતાં તેમના દાંત ૭૭ વર્ષની ઉંમરે પણ સાબૂત છે.જીવનમાં માત્ર પાંચ જ દિવસનો તેણે ગેપ લીધો છે. એ દિવસ હતા બાળકોની ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થયેલી એ વખતના એ વખતે ડોકટરોએ બાળકની હેલ્થ માટે થઇને સોફટ ડ્રન્કસ પીવાની મનાઇ કરેલી એટલે ખુબ મન દાબીને કન્ટ્રોલ કર્યો હતો. (૭.૩૯)

(3:30 pm IST)