Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સ્પેસ એક્સે અંતરિક્ષમ ચાર સામાન્ય લોકોને મોકલી ઇતિહાસ રહ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: એલોન મસ્કની અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેસએક્સએ વિશ્વના પ્રથમ ઓલ સિવિલિયન ક્રૂ સાથે અંતરિક્ષમાં ઇન્સ્પિરેશન 4 મિશન લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો. કંપનીએ ભારતીય સમય મુજબ સવારે 5:32 વાગ્યે 4 સામાન્ય લોકોને અવકાશમાં મોકલ્યા છે, આ 4 પ્રવાસીઓ 3 દિવસ સુધી 575 કિમી ઉપર પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે. આ મુસાફરો પૃથ્વીની સપાટીથી 357 માઇલ (575 કિમી) ની ઊંચાઈએ મુસાફરી કરી રહ્યા છે. ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરમાંથી રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઘટના વિશ્વભરમાં અવકાશ યાત્રામાં રસ ધરાવતા લોકો માટે જિજ્ઞાસાનું કારણ બની છે. આ મિશન માત્ર સરકાર દ્વારા પ્રાયોજિત અવકાશયાત્રીઓને બદલે સામાન્ય લોકો માટે માનવ અવકાશ ઉડાનના નવા યુગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. 2009 માં, વૈજ્ઞાનિકો 541 કિમીની ઊંચાઈએ હબલ ટેલિસ્કોપને રીપેર કરવા ગયા હતા. 2009 પછી પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ માનવી આટલી ઊંચાઈ પર છે. સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ લિફ્ટઓફના 12 મિનિટ બાદ ફાલ્કન 9 રોકેટના બીજા તબક્કાથી અલગ થઈ ગઈ હતી, ત્યારબાદ એરોસ્પેસ કંપનીએ જાણ કરી હતી કે નાગરિક ક્રૂ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવી છે.

(5:51 pm IST)