Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

૬૨ વર્ષની મહિલા થઈ ગઈ પ્રેગ્નન્ટ : પતિની ઘણાં વર્ષો પહેલાં નસબંધી કરવામાં આવી છે

ન્યુયોર્ક,તા. ૧૬: અમેરિકામાં બે બાળકોની માતા ૬૨ વર્ષની ઉંમરમાં ત્રીજી વખત ગર્ભવતી બની છે. જયારે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતે ગર્ભવતી થઈ હોવાનો ખુલાસો કર્યો ત્યારે લોકોએ તેને ખૂબ શુભેચ્છાઓ આપી તો કેટલાંક લોકોએ તેને માતા બનવા માટેનો સમય વૃદ્ઘ ગણાવ્યો. આ મહિલા માતા બનવાથી ખૂબ ખુશ થઇ છે. તેણી પોતે ગર્ભવતી બની છે. પરંતુ ગર્ભવતી સાથે જોડાયેલી બે બાબતોથી અચંબિત છે.

એક અહેવાલ મુજબ, જેનીએ કહ્યું છે કે તે ગર્ભવતી બની તે એક ચમત્કાર છે. કારણકે ૧૬ વર્ષ પહેલાં તેને માસિક આવતુ બંધ થયુ હતું. આટલા વર્ષોથી તેને દિવસ રહેતા નથી. એટલું જ નહીં, તેના પતિની ઘણાં વર્ષો પહેલાં નસબંધી કરવામાં આવી છે. આ સ્થિતિમાં તે ગર્ભવતી બને તેવુ વિચારવુ પણ શકય નથી. જયારે તેણે આ સમગ્ર વાત પોતાના મિત્રોને ગણાવી ત્યારે દરેક લોકો હેરાન થયા. બાદમાં તેમણે આ વાતને સોશિયલ મીડિયામાં શેર પણ કરી

૬૨ વર્ષની જેની ૨ મોટા બાળકોની માતા છે. તો તેનો પતિ ૭૨ વર્ષનો છે. જેની કહે છે, હું ગર્ભવતી થઈ તેનાથી લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે.

પરંતુ જયારે તેઓ જાણશે કે મારા પતિની ઉંમર ૭૨ વર્ષ છે ત્યારે તેઓ વધારે હેરાન થઇ જશે. ચાલુ વર્ષે નવેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યારે જેનીનો ત્રીજો બાળક જન્મી શકે છે. તો કેટલાંક લોકોએ કહ્યું કે, તેઓ ૩૫ વર્ષની ઉંમરમાં બાળકોને જન્મ આપવામાં પોતાને કમજોર મહેસૂસ કરી રહ્યાં હતા. એવામાં જેનીએ ૬૨ વર્ષની ઉંમરે જન્મ આપ્યો, જે ખરેખર ચોંકાવનારી વાત છે.

(10:45 am IST)