Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અફઘાનિસ્તાનમાં 24 કલાકની અંદર 110 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકની અંદર આતંકવાદી સંગઠન તાલિબાનની વિરુદ્ધ સુરક્ષા બળોની કાર્યવાહીમાં 110 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તખર પ્રાંતના યંગી જિલ્લામાં સુરક્ષાબળોએ મોટી સંખ્યામાં તાલિબાન પર જમીની તથા હવાઈ હુમલો કર્યો હતો.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કાર્યવાહીમાં સુરક્ષાબળોએ માત્ર જિલ્લાને જ પોતાના કબ્જામાં લીધો નથી પરંતુ કમાંડર મુલ્લા વજીર સહીત પાંચ આતંકવાદીઓને પણ મોતનેઘાટ ઉતાર્યા છે. સુરક્ષાબળોએ પડોશના જિલ્લામાં પણ તાલિબાનની જગ્યા પર હુમલો કર્યો હતો.

(6:50 pm IST)
  • નવા ટ્રાફીક કાનુનનો અમલ શરૂ પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધીમાં કોઇપણ સ્થળે ફીઝીકલ ચેકીંગ ચાલુ નથી થયું: કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શકયતાઃ જેથી માથાકુટો ન સર્જાય access_time 12:24 pm IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • અખિલેશ યાદવના કાર્યક્રમમાં ભારે ભાગદોડ સર્જાતા સપાના અનેક કાર્યકર્તા ઘાયલ થયા: યુ.પી.ના પીલીભીત ખાતે પીડબલ્યુના ગેસ્ટ હાઉસમાં અખિલેશ યાદવને મળવા સમાજવાદી પક્ષના કાર્યકરોની ભીડ ઉમટી પડીઃ ગેસ્ટ હાઉસના કાચના દરવાજા તુટી ગયા access_time 12:23 pm IST