Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉત્તરી સીરિયામાં બોંબ વિસ્ફોટની ઘટનાથી અરેરાટી: 11 નાગરિકોના મોત

નવી દિલ્હી: ઉતરી સીરિયાના તુર્કી સમર્થિત સીરિયા વિદ્રોહીઓના કબ્જાવાળા એક શહેરમાં એક હોસ્પિટલની નજીક એક વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 નાગરિકોના મોત નિપજતા છે. બ્રિટેનની માનવાધિકાર સંસ્થા સીરિયા માનવાધિકાર પર્યવેક્ષકે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ તુર્કી સીમા નજીક અલ-રાય માં થયો હતો

       શહેરના પ્રવેશની નજીક થયેલ હુમલાની જવાબદારી હજુસુધી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી. જૂન પછી અહીંયા આ બીજો હુમલો થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને આ હુમલો પ્રથમ હુમલા કરતા વધારે ભયાનક અને વિસ્ફોટક હતો.

(6:45 pm IST)