Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બોકો હરામનો કૈમરૂન પર જીવલેણ હુમલો:પાંચ સૈનિકોના મોત: નવને ગંભીર ઇજા

નવી દિલ્હી: કૈમરૂનની ઉતરી વિસ્તાર સોઈરમમાં આતંકવાદી સંગઠન બોકો હરામના હુમલામાં પાંચ સૈનિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય નવને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બોકો હરામના આતંકવાદીઓએ શનિવારના રોજ સોઈરમ વિસ્તારમાં એક મકાનમાં આગ લગાવી હતી અને અન્ય એક વિસ્તારમાં એક સૈન્ય કમાડની ચોકી પર પણ હુમલો કર્યો હતો.

       એક સૈન્ય અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નૌસેના પાંચ સૈનિકો સહીત કુલ નવ સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સેનાએ આતંકવાદીઓના હથિયારને જપ્ત કરી લીધા હતા. આ પહેલા બોકો હરામે શુક્રવારના રોજ કરેલ હુમલામાં બે નાગરિકો મોતને ભેટ્યા હતા.

(6:44 pm IST)