Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મેકિસકોની ઘટના : કુવામાંથી મળી આવી અધધ ૪૪ જેટલી લાશ

લંડન, તા.૧૬: મેકિસમોમાં એક ખૂબ જ વિચિત્ર અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. મેકિસકોના જલિસ્કો પ્રાંતના ગુઆદલઝારા શહેરના એક કુવામાંથી ૪૪ ડેડબાઙ્ખડી મળી આવી છે. આ બધી ડેડબાઙ્ખડી કાળા કપડાંમાં બાંધેલી હતી. બધા મૃતદેહોને ખૂબ જ નિર્દયતાથી ટૂકડા કરી દેવાયા હતા. કુવામાંથી આવી રહેલી દુર્ગંધ  બાદ સ્થાનિકોએ પોલીસને તેની ફરિયાદ કરી હતી. જયારબાદ પોલીસે કુવામાંથી આ લાશો કાઢી હતી. લાશોની સ્થિતિ એવી હતી કે, સ્થાનીકો સહિત પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મેકિસકોના અધિકારીઓએ જણાવ્યું કે, બધી લાશોની ઓળખ કરી લેવાઈ છે. જોકે, ગુમ થયેલા લોકોની શોધ કરનારી એક સ્થાનિક સંસ્થાએ લાશોની ઓળખ કરનારી સ્થાનીક ફોરેન્સિક એજન્સીના કર્મચારીઓની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે.

જણાવી દઈએ કે, જલિસ્કો ડ્રગ માફિયાઓને કારણે દુનિયાભરમાં કુખ્યાત છે. એકસાથે આટલી બધી ડેડ બોડી મળવાની આ વર્ષની બીજી સૌથી મોટી ઘટના છે. આ વિસ્તારને ડ્રગ માફિયાઓનો ગઢ ગણવામાં આવે છે અને અહીં અવાર-નવાર ગેંગ વોર થતા રહે છે.

(10:01 am IST)