Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ડોગ અને કેટના કબ્રસ્તાનમાં પાળતું પ્રાણીઓની શ્રાદ્ધવિધિ થાય છે

લંડન તા. ૧૬: વિયેટનામના હેનોઇમાં ખાસ પાળતું પ્રાણીઓ માટેના કબ્રસ્તાનમાં આજકાલ શ્રાદ્ધવિધિનો દોર ચાલે છે. અહીં માન્યતા છે કે ઘોસ્ટ મન્થમાં મૃત લોકો અને પ્રાણીઓનો આત્મા ફરીથી પૃથ્વી પર આવે છે અને ભોજન આરોગીને જાય છે. જો તેમને ભાવતું ભોજન મળે તો તેઓ સંતૃપ્ત થઇને સદા માટે નવા જન્મમાં સેટલ થઇ જાય છે. આવી માન્યતાને કારણે વિયેટનામમાં માણસોની વિધિ તો ઘણે ઠેકાણે થતી હશે, પણ હાનોઇના આ કબ્રસ્તાનવાળાઓ પાળતું પ્રાણીઓ માટે પણ વિશિષ્ટ રીતે શ્રાદ્ધ કરી આપે છે. કબર પર પ્રાણીઓના માલિક દ્રાક્ષ, દૂધ, મૂનકેક, ચોકલેટ, પાણી અને માંસાહારી વાનગીઓ પણ આવીને મૂકી જાય છે. અહીં દફન થયેલાં પ્રાણીઓની તસવીરો પણ ખાસ તકતી સાથે લગાવવામાં આવી હોય છે. સાધુ દ્વારા વિધિ સમજાવતું પ્રવચન પણ થાય છે.

(3:46 pm IST)