Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

આત્મઘાતી હુમલાખોરે શિયા વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગઈકાલે આતમઘાતી બોંબ હુમલાખોરે શિયા બહુલ વિસ્તારમાં વિશ્વવિદ્યાલયની પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને નિશાન બનાવીને હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા 48 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 67 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.અફઘાનિસ્તાનના શિયા સમુદાર પર હાલમાં કરવામાં આવેલ આ હુમલો સૌથી ભીષણ હુમલો હોવાનું જણાઈ રહ્યું છે.

(5:56 pm IST)