Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પત્‍ની સાથે બદલો લેવા પતિએ પ્‍લેન ચોરીને પોતાના જ ઘર પાસે ક્રેશ કર્યુ

ન્‍યુયોર્ક તા.૧૬ : અમેરિકાના યુટાહામાં ડયુએન યુડ નામના એક પ્રોફેશ્નલ પાલઇટે સોમવારે પોતાની પત્‍નીને મારવા માટે પોતાના જ ઘર પર પ્‍લેન ક્રેશ કરી દીધું વાત એમ હતી કે રવિવારે સાંજે યુટાહાની પોલીસ - સર્વિસનેડયુએનના પાડોશીઓ દ્વારા ફરિયાદમળી હતી કે પાડોશમાં એક વ્‍યકિત પોતાની પત્‍નીસાથે મારપીટ કરી રહ્યો છે. ડયુએન તેની વાઇફ સાથે ડ્રિન્‍ક લઇ રહ્યો હતો અને એમાં તેમની વચ્‍ચે કોઇક વાતે દલીલો થઇ અને વાત હાથાપાઇ સુધીપહોંચી ગયેલી. પાડોશીઓની ફરિયાદને કારણે પોલીસ આવીને ડયુએન પકડી ગઇ. સોમવારે બપોરે તેને જામીન મળી જતાં તે પોલીસ કસ્‍ટડીમાંથી છુટયો. પોલીસે તેને ઘર સુધી મુકી ગઇ. જોકે પછી થોડી જ વારમાં તે નોકરી પર જવા માટે યુટાશના એરપોર્ટ પર જવા નીકળી ગયો. તેણે પોતાના જ ઘરને નિશાન બનાવ્‍યું અને એના પર જ જઇને પ્‍લેન ક્રેશ કર્યુ. આ ઘટના વખતે પણ પાડોશીઓએ પ્‍લેનને ક્રેશ થતું નજરોનજર જોયું. આ ઘટના વખતે ડયુએનની પત્‍ની અને દીકરો બન્‍ને ઘરમાં જ હતા. પરંતુ પ્‍લેન તુટીને આગના ગોળામાં લપેટાય એ પહેલાં ઘરમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જોકે પાઇલટ એ ક્રેશ થયેલાં પ્‍લેનની સાથે જ મૃત્‍યું પામ્‍યો હતો.

(4:31 pm IST)