Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

શૂઝની બદબુ ખેંચી લે એવું મશીન વેચાશે જપાનમાં

ટોકીયો તા.૧૬: સતત સાત-આઠ કલાક પહેરી રાખેલા શુઝ કાઢો ત્‍યારે એની વાસ માથું ફાટી જાય એવી હોય છે. રાતે આવાં શુઝ ઘરમાં રાખ્‍યાં હોય આખું ઘર ગંધાઇ ઉઠે. આ સમસ્‍યાના ઉકેલ માટે જપાનમાં શૂ-ડિયોડરાઇઝર તૈયાર કરવામાં આવ્‍યું છે. આ કોઇ કેમિકલ નથી કે ઇન્‍સ્‍ટન્‍ટ એના પર છાંટવાથી ચુટકી બજાવતાં જ વાસ ગાયબ થઇ જાય. આ એવું મશીન છે જે વેકયુમ કલીનર જેવું કામ આપે છે. અને ધીમે-ધીમે જુતાંમાંની ગંધને શોષી લે છે. નોર્મલ વાસ હોય તો પાંચ કલાક લાગે અને વધુ વાસ હોય તો સાત કલાક. ગંધ દૂર કરવા માટે મશીનને શુઝની ઉપર ટોપીની જેમ મુકી દેવાનું. આ બેટરી-ઓપરેટેડ મશીન છે એટલે દર ત્રણ-ચાર ઉપયોગ પછી એની બેટરી ચાર્જ કરવી પડે તેમ છે. વીસ સપ્‍ટેમ્‍બરથી આ મશીન જપાનમાં વેચાવાનું શરૂ થશે.

(4:31 pm IST)