Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દિલ્‍હીમાં સ્‍કૂટર પર આરામ કરી રહયો હતો અજગર

નવીદિલ્‍હી તા.૧૬: વરસાદની સીઝનમાં દિલ્‍હીમાં સરિસૃપ પ્રાણીઓ જમીનમાંથી બહાર આવી જવાના કિસ્‍સાઓ વધી રહયા છે. દિલ્‍હીના છેવાડાના ગણાતા આયાનગરમાં કિરણકુમાર નામના ભાઇ મોડી સાંજે તેમના ઘરની બહાર પાર્ક કરેલા સ્‍કૂટર પાસે ગયા ત્‍યારે તેમને જબરો આંચકો લાગ્‍યો. સ્‍કૂટરના ફુટ-રેસ્‍ટ પાસે એક રોક પાયથન કોકડું વાળીને બેઠો હતો. આ ઇન્‍ડિયન અજગર ઝેરી નથી હોતો, પરંતુ જો એ બચકુ ભરે તો મુશ્‍કેલી થઇ શકે છે. કિરણકુમારે તરત જ વાઇલ્‍ડ લાઇફ માટે કામ કરતી સ્‍વૈચ્‍છીક સંસ્‍થાને ફોન કર્યો. થોડી વારમાં નિષ્‍ણાંતોની ટીમ આવી અને સાપને સ્‍કૂટર પરથી ઉતારીને પકડી લીધો. રોક પાયથનને દિલ્‍હીથી દૂર આવેલા જંગલમાં છોડી મુકવામાં આવ્‍યો.

 

(4:30 pm IST)