Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સતત બેસવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકશાન

આજ કાલના બદલતા સમય સાથે કામ કરવાની રીતમાં પણ બદલાવ આવી જાય છે. આજકાલ કામ કરવા માટે લોકોએ સતત કેટલાય કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવુ પડે છે. તેનાથી શરીરને નુકશાન થઈ શકે છે. ખાસ કરીને સતત બેસવાથી મહિલાઓના સ્વાસ્થ્યને વધુ નુકશાન પહોંચે છે.

૧. જે મહિલાઓ સતત ૮થી ૧૦ કલાક બેસીને કામ કરે છે. તેની વધતી ઉંમરની સાથે નબળાઈની સમસ્યા પણ થઈ શકે છે. સતત બેસીને કામ કરવાથી શરીરની રોગપ્રતિકારક શકિત કમજોર થાય છે. સતત એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી તમે તમારી ખાણી-પીણીમાં ખાસ ધ્યાન આપી શકતા નથી. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શકિત કમજોર થવા લાગે છે.

૨. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરમાં રકતનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકતો નથી. જેના કારણે શરીરમાં રકતમાં અવરોધ સર્જાવા લાગે છે, જે સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.

૩. મોટા ભાગની મહિલાઓની ગરદન અને પગમાં દુઃખાવાની સમસ્યા રહે છે. તેનું કારણ સતત એક જગ્યાએ બેસવુ પણ હોય શકે છે. તેથી કામ દરમિયાન વચ્ચે બ્રેક લઈને થોડુક ચાલવુ.

૪. મહિલાઓમાં મોટાપા અને કેન્સર થવાનું કારણ સતત બેસી રહેવુ પણ હોય છે. વધારે સમય સુધી બેસવાથી માંસપેશીઓની રકત વાહિનીઓમાં રહેલ એન્ઝાઈમ ચરબીને બંધ કરી દે છે. જેનાથી મોટાપો અને કોલોન કેન્સરની સમસ્યા થવાનું જોખમ રહે છે.

(1:06 pm IST)