Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કન્ડીશ્નરનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી થઈ શકે છે નુકશાન

પ્રદુષણ અને ખાણી-પીણીએ વાળની ચમક અને સુંદરતા છીનવી લીધી છે. આજે મોટા ભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી હેરાન છે. લોકો વાળની ચમક વધારવા માટે કેટલાય પ્રકારના કન્ડીશ્નરનો ઉપોગ કરે છે. પરંતુ,  લોકોને કન્ડીશ્નરના ઉપયોગ વિશે જાણકારી હોતી નથી. તેથી તેનો પૂરતો ફાયદો મળી શકતો નથી. તો જાણો કન્ડીશ્નરના ઉપયોગ વિશે.

વાળના પ્રકાર અનુસાર પ્રોડકટ

 જેમકે વાળના બધા પ્રકાર અને સમસ્યા માટે અલગ-અલગ પ્રોડકટ આવે છે. તેવી રીતે તમારા વાળ પ્રમાણે અલગ-અલગ કંડીશ્નર પણ આવે છે. જો તમારા વાળ ઓયલી છે અને તમે કોઈ પણ પ્રકારના કંડીશ્નરનો ઉપયોગ કરશો, તો તમારા વાળને નુકશાન થઈ શકે છે. તેથી હંમેશા કંડીશ્નર ખરીદતી વખતે તેમારા વાળના પ્રકારને ધ્યાનમાં રાખો.

ત્વચાનું પણ ધ્યાન રાખો

જો તમે વાળમાં શેમ્પુ કરી રહ્યા છો તો માત્ર વાળને જ ન ધોવા. પરંતુ, માથાની ત્વચાને પણ ધોવી. તેનાથી ત્વચામાં રહેલ શેમ્પુ વ્યવસ્થિત રીતે સાફ થઈ જશે. વાળને ડીપ કન્ડીશનીંગ આપવા માટે દર બીજા દિવસે તેલ જરૂર નાખવુ. વાળમાં કન્ડીશ્નર લગાવ્યા બાદ તરત સાફ ન કરવા પરંતુ, ૫ મિનીટ સુધી રહેવા દેવુ જેનાથી તે વાળમાં પોતાની અસર દેખાડે.

થોડુ મસાજ

જેવી રીતે તડકાથી તમને વિટામીન ડી મળે છે. એવી રીતે તડકો તમારા વાળ માટે પણ જરૂરી છે. પરંતુ, તેનો મતલબ એ નથી કે તમે ધોમધખતા તાપમાં તમારા વાળ સૂકવવા માટે નીકળો. જો હળવો તડકો હોય તો તમે થોડીવાર ઉભા રહી તમારા વાળને સૂકવી શકો છો. તમારા વાળને ધોતા પહેલા હંમેશા નારિયેળ તેલથી મસાજ કરો.

(1:05 pm IST)