Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

બર્ગર કિંગના એક આઉટલેટના તમામ કર્મચારીઓએ એક સાથે આપી દીધા રાજીનામા

નવી દિલ્હી: બર્ગર કિંગના એક આઉટલેટના તમામ કર્મચારીઓએ એક સાથે રાજીનામા ધર્યા છે. વાત અમેરિકાના નેબ્રાસ્કામાં આવેલ બર્ગર કિંગના આઉટલેટની છે. અહિં તમામ કર્મચારીઓએ અચાનક એક સાથે રાજીનામાં આપી દીધા છે. જાણવા મળ્યું છે કે, આઉટલેટના તમામ કર્મચારી કામની વ્યવસ્થાથી ખુશ નહોતા. તેમણે મેનેજમેન્ટ સામે પણ કથિતરીતે પોતાની મુશ્કેલીઓ કહી હતી પરંતુ જ્યારે કોઈએ સાંભળ્યું ત્યારે કર્મચારીઓએ રાજીનામા આપી દીધા.

કર્મચારીઓએ રાજીનામા આપવા સાથે બર્ગર કિંગના આઉટલેટ બહાર એક સાઈન બોર્ડ પણ લગાવી દીધું. સાઈન બોર્ડ પર કર્મચારીઓએ લખ્યું કે અમે બધા નોકરી છોડીએ છીએ, અસુવિધા માટે દુઃખ છે. કર્મચારીઓમાંથી એક રાચેલ ફ્લોર્સે ફેસબુક પર તેનો ફોટો પણ શેર કર્યો. તેમાં સ્પષ્ટ લખેલું દેખાય છે કે બર્ગર કિંગના મોટા બોર્ડ નીચે કર્મચારીઓએ એક સાઈન બોર્ડ લગાવ્યું છે.

ફ્લોર્સે ફેસબુક પર ફોટો શેર કરતાની સાથે લખ્યું કે, કંપનીને કર્મચારીઓની કોઈ પરવા નથી, એટલા માટે કર્મચારીઓએ એક સાથે રાજીનામાં આપવાનું ગંભીર પગલું ભર્યું છે. એક ન્યૂઝ સાઈટ અનુસાર, ફ્લોર્સે કહ્યું કે, ઓછો સ્ટાફ, મેનેજમેન્ટમાં મુશ્કેલીઓથી કર્મચારીઓ હેરાન થઈ ગયા હતા. ફ્લોર્સ પોતે બર્ગર કિંગના આઉટલેટમાં જનરલ મેનેજર તરીકે કામ કરતી હતી. જ્યારે મેનેજમેન્ટે કર્મચારીઓની વાત સાંભળી ત્યારે તેણે રાજીનામું આપી દીધું.

(5:26 pm IST)