Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

તાઇવાને ચીન સામે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો

નવી દિલ્હી: ભારતની માફક તાઇવાન અને ચીન વચ્ચે પણ તણાવ ચાલી રહ્યો છે. તાઇવાનમાં પણ ચીન ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે તણાવ વચ્ચે તાઇવાને સૈન્ય યુદ્ધાભ્યાસ કર્યો છે. તાઇવાનની આર્મી, નેવી અને એરફોર્સે લાઇવ ફાયર એક્સરસાઇઝ વડે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ છે. સાથે તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેને કહ્યું કે અમે ચીનને જણાવવા માંગીએ છીએ કે અમે નબળઆ નથી. અમે અમારી જમીન પર થઇ રહેલી ઘુસણખોરીને રોકવા માટે સક્ષમ છીએ. જો ચીન કોઇ ગેર વ્યાજબી પગલું ભરશે તો તેને સામે જડબાતોડ જવાબ આપવામાં આવશે.

                 તાઇવાનની મિલિટ્રી ડ્રિલમાં 8000 સૈનિકોએ ભઆગ લીધો હતો. જેમાં વાયુસેનાના એફ 16 ફાઇટર જેટ અને સ્વદેશી ફાઇટર જેટ ચિંગ કુઓ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ. મધ્ય તાઇવાનના તટીય વિસ્તાર તાઇચુંગમાં સૈન્ય યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો. જેમાં ટેંક પણ સામેલ હતા. અભ્યાસને હાન કુઆંગ એવું નામ આપવામાં આવ્યું હતું. તાઇવાને ચીનને પોતાની સૈન્ય તાકાતનો પરિચય આપવા માટે શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કારણ કે વર્ષે કોરોના વાયરસ મહામારી વચ્ચે ચીન અનેક વખત તાઇવાન ઉપર પોતાના ફાઇટર જેટ ઉડાવી ચુક્યુ છે.

(6:42 pm IST)
  • પૂર્વ આઈએએસ અધિકારી અને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર સુ. શ્રી નીલા સત્યનારાયણનું નિધન. 1972 બેચના આઈએએસ અધિકારીને કોવિડ 19 નિદાન થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:58 am IST

  • રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી ટળીઃ સચિન પાયલોટ અને તેની અરજીના મામલે સ્પીકરે આપેલી નોટીસ સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે access_time 4:02 pm IST

  • યુકે સ્થિત ખાલીસ્તાની ત્રાસવાદી પરમજીતસિંઘ પમ્માના મોહાલી નિવાસે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ના દરોડા ચાલુ છે access_time 4:53 pm IST