Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ચીનના નાનિંગ શહેરમાં 15 વર્ષીય બાળકને આવ્યો સ્ટ્રોક : સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

નવી દિલ્હી: ચીનમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે નાનિંગ શહેરમાં રહેતો 15 વર્ષિય ઓબિન નામનો છોકરો લગભગ ચારેક અઠવાડિયા સતત વિડિયો ગેમ્સ રમતો રહ્યો અને રાતે માંડ બે કલાક સૂતો હશે. છોકરાને અચાનક સ્ટ્રોક આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પહોંચતા જાણવા મળ્યું કે સ્ટ્રોકને કારણે તેના શરીરનો ડાબો ભાગ નિષ્ક્રિય થઇ ગયો છે. હવે તેની રીબેબિલિટેશન ટ્રીટમેન્ટ ચાલે છે.

        ચીનમાં કોરોના રોગચાળાના લોકડાઉનને કારણે નવમા-દસમા ધોરણના ઘણા વિદ્યાર્થીઓની માફક શિયાઓબિન પણ ઘરમાં ગોંધાઈ રહ્યો હતો. માતા-પિતાએ ડોકટરોને કહ્યું હતું શિયાઓબિન ઓનલાઈન ક્લાસીસને નામે તેનો રુમ બંધ કરીને પડ્યો રહેતો હતો. તે બારીઓ પણ બંધ કરી નાખતો અને બારણું લોક કરી રાખતો હતો. પરંતુ અમને તપાસ કરતાં ખબર પડી હતી કે છોકરો આખો દિવસ અને આખી રાત વિડિયો ગેમ્સ રમ્યા કરતો હતો.

(6:39 pm IST)