Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમેરિકામાં 6 વર્ષીય ભાઈએ બહેનને બચાવવા ઉઠાવ્યું આ જોખમ:આવ્યા 90 ટાંકા

નવી દિલ્હી: એવું કહેવાય છે કે બહાદુરી બાળપણથી આવે છે. અમેરિકાના 6 વર્ષના એક બાળકે વાતને સાચી પુરવાર કરી છે. હકીકતમાં કૂતરાએ તેની બહેન પર હુમલો કર્યો અને બહેનનો જીવ બચાવવા માટે તે વચ્ચે કૂદી પડ્યો. જેને કારણે બાળક ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેને 90 ટાંકા આવ્યા છે પરંતુ તેણે તેની બહેનને કંઈ થવા દીધું નહીં.

            સોશિયલ મીડિયા પર વર્ષના બાળકની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. વર્ષના બ્રિજર વોકરની બહેન પર કૂતરાએ હુમલો કર્યો હતો. તેણની તેની બહેનનો હાથ પકડ્યો અને સાથે દોડવા લાગ્યો હતો. કૂરતરાના હુમલાને કારણે બ્રિજરને 90 ટાંકા લગાવવામાં આવ્યા છે.

(6:38 pm IST)
  • જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદીરમાં લાગી આગ: મંદીરના સત્સંગ હોલમા આગ લાગી : શોર્ટ સરકીટને કારણે આગ લાગ્યાનુ પ્રાથમિક તારણ :કોઈ જાનહાની નહીં :ફાયર શાખા દ્વારા આગ કાબુમાં લેવાઈ:મંદીરના સત્સંગ હોલને નુકશાન access_time 12:22 am IST

  • દેશમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો 10 લાખને પાર પહોંચ્યો : રાત્રે 8-50 વાગ્યે દેશમાં કોરોના કેસની સંખ્યા 10,01,863 થઇ : વધુ 656 લોકોના મોત સાથે મૃત્યુઆંક 25,589 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8641 કેસ : તામિલનાડુ અને કર્ણાટકમાં પણ કોરોના વિસ્ફોટ : બંને રાજ્યોમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા : તામિલનાડુમાં 4549 અને કર્ણાટકમાં નવા 4169 કેસ access_time 9:21 pm IST

  • કોંગેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં : દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીનો રિપોર્ટ પોઝીટીવ :અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા access_time 9:50 pm IST