Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સીફૂડ ખાવાને લીધે મહિલાના ટોન્સિલમાં જીવતો કીડો ભરાયો

જપાનમાં ડોકટરોની એક ટીમે ગળામાં ચેપની ફરિયાદ સાથે આવેલી એક મહિલાને જીવનદાન આપ્યું હતું. ડોકટરોએ તપાસ કરી તો ખબર પડી કે આ મહિલાના ટોન્સિલમાં જીવતો કીડો હતો જેને ડોકટરોએ ચીપિયાની મદદથી ખેંચી કાઢ્યો હતો. દરિયાઈ ફૂડ સેશિમી ખાધાના લગભગ પાંચેક દિવસ પછી ગળામાં ચેપ અને ખંજવાળની ફરિયાદ સાથે ડોકટર પાસે આવેલી આ મહિલાની તપાસ કરાતાં ગળામાં દોઢેક ઇંચનો કાળા રંગનો પરોપજીવી કૃમિ હતો. આ ડોકટરોનું કહેવું છે કે દ્યણી વખત કાચી કે પછી અડધી રાંધેલી દરિયાઈ માછલી ખાવામાં આવે તો તેમણે ખાધેલા અન્ય દરિયાઈ જીવોના કીડા માનવ શરીરમાં પાંગરતા હોય છે.

(4:05 pm IST)