Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મિરેકલ બેબી : હાથમાં કોપર-ટી લઇને જન્મી

લંડન,તા.૧૬ : ફાંટાબાજ કુદરત કયારેક એવી કલાકારી કરે કે એના પર વિશ્વાસ કરવો અસંભવ બની રહે છે આવી જ એક ઘટના તાઇવાનમાં બની છે. અહીંની એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો છે પરંતુ તેના જન્મ બાદ તેના હાથમાં રહેલી એક ચીજ જોઈને ડોકટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે અને એ ચીજ છે ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં આવતું કોપર-ટી આ મહિલાએ કેટલાક વર્ષો પહેલાં ગર્ભ રોકવા માટે કોપર-ટીનો ઉપયોગ કર્યો હતો. કોપર-ટી ફેઇલ કઈ રીતે ગયું તેના કરતાં વધુ આશ્ચર્ય ડોકટરોને તે આ બાળકના હાથમાં કઈ રીતે આવ્યું તેનું છે. આ બાળકનો જન્મ ગયા અઠવાડિયે તાઇવાનના હેફોંગ શહેરમાના હાય ફોંગ આંતરરાષ્ટ્રીય હોસ્પિટલમાં થયો હતો. બાળકના જન્મ વખતે તેના હાથમાં કોઈ ચીજ હોવાનું જોઇ ડોકટરોએ જોયું અને તે કોપર-ટી હોવાનું જણાતા ડોકટરોએ મહિલાને પુછતાં તેણે બે વર્ષ પહેલાં તે બેસાડ્યું હોવાનું કબૂલ્યું હતું. સોશ્યલ મીડિયા પર બાળકનો ફોટો વાઇરલ થયો છે અને ગર્ભનિરોધક યંત્રનો ઉપયોગ કરવા છતાં બાળકનો જન્મ થયો હોવાથી નેટીજન્સે તેને મિરેકલ બેબી એવું નામ આપ્યું છે.

(3:12 pm IST)