Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઈરાનમાં બે માર્ગ અકસ્માતમાં 18 લોકોએ દમ તોડ્યો: 14ને ગંભીર ઇજા

નવી દિલ્હી: ઇરાકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 18 લોકોએ દમ તોડ્યો છે તેમજ 14 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે ઈરાનની સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના મંગળવારના રોજ બની છે પ્રથમ ઘટના ઈસફહાનના મધ્ય પ્રાંતમાં બની હતી જેમાં એક મીની બસ ખાડીમાં પડી ગયા હતી અને 11 લોકો મોતને ભેટ્યા હતા તેમજ 8ને ઇજા પહોંચી હતી જયારે બીજી ઘટનામાં 7 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:13 pm IST)
  • ૮ લાખ કરોડના દાવાઓ ફેંસલ કરવા મોદી સરકાર લાવી રહી છે 'વન-ટાઈમ આવકવેરા યોજના' : મોદી સરકાર આવકવેરાના લાખો કેસોનો નિકાલ કરવા ટૂંક સમયમાં વન-ટાઈમ માફી યોજના લાવી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : સપ્ટેમ્બર - ઓકટોબર મહિનામાં જાહેરાત થવાની પૂરી સંભાવના છે : સરકાર આ પગલા દ્વારા ૮ લાખ કરોડના આવકવેરાના વિવાદીત કેસોનો ફેંસલો લાવવા માગે છે : જો કે આ સ્કીમની વધુ વિગતો જાણવા મળતી નથી access_time 1:22 pm IST

  • જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના કગાર પર : એર ઈન્ડિયા સૌથી ટોચે:દેશમાં દેવાળું ફૂંકનારી સરકારી કંપનીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી વધારો : 2015-16માં આવી કંપનીઓની સંખ્યા 48 હતી, જે 2017-18માં વધીને 56 થઈ ગઈ: આ તમામ કંપનીઓમાં એર ઈન્ડિયા ટોચ પર છે. access_time 1:04 am IST

  • મધ્ય ગુજરાતના ચાંદીપુરા તાવનો રોગચાળો? બાળકીનો ભોગ લેવાયો : એલર્ટ : મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવથી તંત્ર સતર્ક : ભાયલી ગામની ચાર વર્ષની બાળકીનું થયુ મોતઃ પુનાની વાયરોલોજી લેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : વડોદરાની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : ઝાડા, તાવ,ઉલ્ટી, માથાનો દુઃખાવો મુખ્ય લક્ષણો : છોટાઉદેપુરની મૃતક બાળકીનો રીપોર્ટ હજુ બાકી : લક્ષણો શરૂ થયાના ૪૮ થી ૭૨ કલાકમાં થઈ શકે છે મૃત્યુ access_time 1:21 pm IST