Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

શારિરીક આરોગ્ય માટે પણ એટલુ જ ફાયદાકારક પ્રોબાયોટીકસ ખોરાકથી વિચારશકિત ખીલે છે

આપણને બિમાર પાડતા 'બેડ બેકટેરીયા ' વિષે તો આપણે તો સાંભળતા જ હોઇએ છીએ આપણા આરોગ્ય માટે  ફાયદાકારક  બેકટેરીયા વિષે આપણે જાણીએ છીએ

આ આરોગ્ય માટે ફાયદાકારક બેકટેરીયાને પ્રોબાયોટિકસ કરવામાં આવે છે. લેટીન અને ગ્રીક ભાષાના આ શબ્દનો અર્થ થાય છે ''જીવન માટે'' હાવર્ડ મેડીકલ સ્કુલના નિષ્ણાંતોએ આરોગ્ય વિષયક એક ગાઇડ બહાર પાડી છે જેમા જણાવ્યુ છે કે પ્રોબાયોટીકસ કેવી રીતે આરોગ્યને મદદકર્તા છે.

છેલ્લા રીસર્ચમાં જણાવાયુ છે કે પ્રોકાયોટીકસથી એલર્જી, આર્થરાઇટીસ, અસ્થમા, કેન્સર , ડીપ્રેશન, હ્રદયરોગ , ગેસની તકલીફ વગેરે જેવી તકલીફોમાં ફાયદો થાય છે. પ્રોબાયોટીકસ વજન ઘટાડવામાં તથા વિચારશકિત ખીલાવવામાં પણ કહેવાયુ છે કે પ્રોબાયોટીકસ સંપુર્ણ આરોગ્ય માટે ફાયદારૂપ છે.

અલગ અલગ પ્રકારના પ્રોબાયોટીકસથી અલગ અલગ પ્રકારના આરોગ્ય વિષયક ફાયદાઓ મળે છે. જેમકે એલ એસિડોફીલસથી પાચન અને રોગ પ્રતિકારક શકિતમાં ફાયદો થાય છે. જ્યારે બી લોગમ નુકશાનકારક બેકટેરીયા અને યીસ્ટને બ્લોક કરવામા મદદરૂપ થાય છે. પ્રોબાયોટીકસમાં આથાવાળા ખોરાક આવે છે. દહીં, છાશ, કોમ્બુચા, (લીંબુવાળી ખાંડ વગરની ચા) ટેમ્પેશ ,મીશો, ઈડલી, ખમણ, ઢોકળા, હાંડવો, વગેરે આવી શકે છે.

 જો તમને આથાવાળી ચીજો ન ભાવતી હોય તો પ્રોબાયોટીકસની દવાઓ પણ આવે છે. પણ તે ડોકટરની  સલાહ અનુસાર લેવી જોઇએ પ્રોબાયોટીકસ વાળા પદાર્થો આપણને આપણા સવારના નાસ્તા, બપોરના કે રાત્રીના ભોજનમાં સહેલાઇથી ઉમેરી શકીએ છીએ કેમકે તેનાથી ફાયદો તો મળે જ છે. (હાવર્ડ મેડીકલ સ્કુલમાંથી આભાર)

(3:20 pm IST)