Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મહિલાઓનાં ૮ જોડી અંતઃ વસ્ત્રોની ચોરી કરવા એક પુરુષે કરી ૧૦૦ કિમીની લાંબી મુસાફરી

ન્યૂઝીલેન્ડમાં ૬૫ વર્ષનો વૃદ્ઘ વ્યકિત એક ફલેટમાં ઘુસ્યો હતો અને તેમાં રહેતી યુવતીઓના ૮ જોડી અંતઃવસ્ત્રો ચોરી કરીને ભાગી છૂટયો હતો

ડનડીન(ન્યૂઝીલેન્ડ), તા.૧૬: ન્યૂઝીલેન્ડની કોર્ટમાં આવેલો વિચિત્ર કેસ સાંભળીને જજ પણ આશ્યર્યચકિત થઈ ગયો હતો. પોલીસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલાઓનાં ૮ જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરવા માટે ૧૦૦ કિમી દૂરથી કાર ચલાવીને આવ્યો હતો અને તેણે ઘરમાં ઘુસીને ચોરી કરી હતી.

ન્યૂઝિલેન્ડના અખબાર એનઝેડ હેરાલ્ડમાં પ્રકાશિત સમાચાર અનુસાર, ન્યૂઝીલેન્ડના નોર્થ ઓટાગો વિસ્તારમાં રહેતો સ્ટીફન ગ્રેહામ ગાર્ડનર (૬૫ વર્ષ) ૧૦૦ કિમી દૂર આવેલા ડનડીનમાં સ્પા સેવાઓ લોવા માટે મોના પૂલમાં ગયો હતો. અહીં સ્વિમિંગપુલમાં તેના મગજમાં મહિલાઓનાં અંતઃવસ્ત્રો ચોરવાનો વિચાર આવ્યો હતો.

આથી તેણે પોતાની કાર લોગાન સ્ટ્રીટમાં પાર્ક કરી હતી અને પછી ત્યાંથી હાથમાં ટોર્ચ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ અને કોસ લઈને તે કારગીલ સ્ટ્રીટમાં પહોંચ્યો હતો. અહીં તે એક ફ્લેટમાં ખુલ્લી બારીમાંથી ઘુસ્યો હતો અને ઘરમાં ઘુસીને તેણે બધી વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી. પછી તેણે મહિલાઓનાં ૮ જોડી અંતઃવસ્ત્રોની ચોરી કરી હતી.

મહિલાઓનાં અંતઃવસ્ત્રો તેના હાથમાં આવ્યા ત્યાં જ તેણે મકાનમાલિકના પાછા આવવાનો અવાજ સાંભળ્યો હતો. આ મકાનમાં રહેતી યુવતીઓ જેવી દરવાજો ખોલીને અંદર પ્રવેશી આ વૃદ્ઘ વ્યકિતએ તેમના પર હુમલો કરી દીધો હતો. એક યુવતીને ધક્કો મારીને પાડી દીધા પછી તે તેના હાથમાં રહેલા મહિલાઓનાં અંતઃવસ્ત્રો અને ચોરી કરવાના હથિયાર ત્યાં જ ફેંકીને ભાગી છૂટયો હતો.

જોકે, ઘરે ભાગી જવાના બદલે તે નજીકના બારમાં પહોંચ્યો હતો. બારમાં ડ્રિન્ક લીધા પછી આ વ્યકિત પોતાની વસ્તુઓ પાછી લેવા માટે ફરી એ ફ્લેટમાં પાછો આવ્યો હતો. પોલીસના કુતરાઓએ ઘટનાસ્થળે મળેલા પુરાવાના આધારે સુંઘીને આરોપીને શોધી કાઢ્યો હતો. મનોચિકિત્સકે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે, 'આરોપીના આવા વિચિત્ર વ્યવહાર પાછળ ભૂતકાળની ઘટનાઓ જવાબદાર છે. નાની વયમાં આરોપી શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ રહેતાં તેના મગજ પર અવળી અસર થઈ હતી.'

આ પ્રથમ ઘટના નથી. આરોપી ગાર્ડનર અગાઉ પણ મહિલાઓનાં અંતઃવસ્ત્રોની ચોરીના કેસમાં પકડાઈ ચૂકયો છે. વર્ષ ૨૦૧૩માં પણ તેને મહિલાઓનાં અંતઃવસ્ત્રોની ચોરીના કેસમાં ૧૧ મહિનાની જેલની સજા થઈ હતી અને પીડિતોને ૧૦૦૦ ડોલર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો હતો.(૨૩.૬)

(11:49 am IST)
  • શ્રીલંકાને યુદ્ધજહાજ ભેટ આપતું ચીન ;ડીઝલ ટ્રેન આપવાનો પણ વાયદો કર્યો :હિન્દ મહાસાગરમાં રણનીતિક રૂપે પોતાના સૈન્ય સહયોગને કારણે ચીને શ્રીલંકાને એક યુદ્ધજહાજ ગિફ્ટમાં આપ્યું :ચીનના રોલિંગ સ્ટોક નિર્માતાએ એલાન કર્યું છ એકે તે ટૂંકસમયમાં શ્રીલંકાને ડીઝલ ટ્રેન અપાશે access_time 1:10 am IST

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • પશુઓના ગળે આ ડીવાઇસ નહિ લગાવો'તો આકરા પગલા અચુક લેવાશે : અમદાવાદ શહેર પોલીસ કમિ. પશુપાલકોને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના પશુઓને આરએફઆઇડી (રેડીયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન ડીવાઇસ) નહિ લગાવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. access_time 3:56 pm IST