Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

૬૬૪ લોકો એક સાથે એક જ જગ્યાએ કૂંડાળાં રમ્યાં અને બન્યો વર્લ્ડ રેકોર્ડ

બ્રિટનના શેફીલ્ડ શહેરમાં વિશ્વની સૌથી વિશાળ પગથિયાં રમવાની ઇવેન્ટ યોજાઇ હતી. જમીન પર ગોળ કૂંડાળાં અથવા તો ચોરસ પગથિયાં દોરીને લંગડી કરીને રમવાની હોપ્સ્કોચ ગેમમાં બાળકો જ નહીં, મોટેરાંઓએ પણ ભાગ લીધો હતો. શહેરના વિશાળ ગ્રાઉન્ડમાં બધા એકત્ર થઇને ૬૬૪ લોકો પગથિયાં રમ્યા હતા અને સૌથી વધુ લોકોએ ભેગા મળીને પગથિયાંની રમત રમવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાંનો રેકોર્ડ ૬ર૧ જણનો હતો.

(11:48 am IST)