Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અફઘાન મંત્રાલય સામે આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 10ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલ ગ્રામીણ પુનર્વાસ અને વિકાસ મંત્રાલયની સામે 15 જુલાઈના રોજ આત્મઘાતી હુમલો થયો હતો સામાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ દારૃલમન વિસ્તારમાં થયેલ આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા છે અને ઘણા બધા લોકોને ઇજા પણ પહોંચી છે.આત્મઘાતી હુમલાખોરોએ મંત્રાલયને ગેટ નજીક લગભગ સાંજના 4 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો અને આ સમયે મંત્રાલય સ્ટાફ કામ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પરત ફરતા હોય છે તેજ સમયે હુમલો કરવામાં આવ્યો હતો.

(6:46 pm IST)