Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વધુ પડતું મીઠું ખાવાથી બ્રેઇન હેમેરજથી મૃત્યુની આશંકા વધારે

ટોરેન્ટો તા. ૧૬ :.. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના પ્રોફેસર પ્રભાત ઝાએ કરેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે ર૦૧પ માં ભારતના ઇશાન ભાગમાં આવેલાં રાજયોમાં ૩૦ થી ૬૯ વર્ષના લોકો પૈકી દર ત્રણમાંથી એકનું મૃત્યુ બ્રેઇન હેમરેજથી થયું હતું અને આ માટે ખોરાકમાં વધારે પડતા મીઠાનો ઉપયોગ જવાબદાર છે. આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયના લોકો ઉપરાંત સિક્કીમ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં છેલ્લા ૧પ વર્ષના સમય ગાળામાં થયેલા મૃત્યુના દરની સમીક્ષા બાદ આ તારણ કાઢવામાં આવ્યું છે.

 બ્લડ-પ્રેસર, હાર્ટની કાળજી રાખવામાં બેદરકારી અને ચેપી રોગનો ફેલાવો રોકવામાં મળતી નિષ્ફળતાને કારણે આ મૃત્યુ થયા છે. પહાડ પર રહેતા લોકો વધારે મીઠું ખાતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને એના પરિણામે બ્રેઇન હેમરેજથી મૃત્યુ થતાં જોવા મળે છે.

(4:27 pm IST)