Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સ્માર્ટફોન લોકોની કામ કરવાની ક્ષમતા ઘટાડી શકે

લંડન તા.૧૬: ડિજિટલ યુગમાં લોકોને સ્માર્ટફોન વિના ચાલતું નથી પણ જે લોકો સ્માર્ટફોન પર વધારે આધાર રાખે છે તેમની કામ કરવાની ક્ષમતા ઘટી શકે છે. આ વિશે એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સ્માર્ટફોન ખિસ્સામાં હોય અને એ બંધ હોય તો પણએ તમારા કામકાજ પર અસર કરી શકે છે. સ્માર્ટફોન લોકોનું ધ્યાન વિચલિત કરે છે. જયારે પણ કોઇ વ્યકિત કામ કરતી હોય ત્યારે તેણે સ્માર્ટફોનને તેનાથી દૂર રાખવો જોઇએ અને એનો સાઉન્ડ બંધ કરી દેવો જોઇએ. કયારેક ફોનને બેંગમાં કે કયારેક બીજા રૂમમાં મૂકી દેવો જોઇએ. જે લોકોને એમ લાગે છે કે મોબાઇલ વિના તેઓ જીવી નહી શકે એ લોકોએ તો કામ કરતી વખતે ફોનને બીજા રૂમમાં મૂકવાની જરૂર છે અને ફોન માટે અલગથી ફ્રી-ટાઇમ કાઢવો જોઇએ.

(3:44 pm IST)