Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જોડિયા બાળકોની બ્રેઇન એનેટોમી પણ જુદી-જુદી હોય

લંડન તા.૧૬: જિનેટિક ફેકટર્સ અને જીવનના વ્યકિતગત અનુભવોના કોમ્બિનેશનને કારણે જોડિયાં બાળકો સહિત કોઇ પણ બે વ્યકિતઓની બ્રેઇન એનેટોમી (દિમાગની આંતરિક રચના) જુદી જુદી હોય છે પર્સનલ આઇડેન્ટિફિકેશન માટે ફિન્ગરપ્રિન્ટ્સ ઉપરાંત સ્કેન્સનો પણ ઉપયોગ કરવાની ભલામણ કરતા બ્રિટનના સંશોધકોના અભ્યાસમાં ઉપરોકત મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI)  નિરીક્ષણ ટાંકવામાં આવ્યું હતું. અભ્યાસમાં જણાવવામાં આવ્યા પ્રમાણે પ્રોફેશનલ મ્યુઝિશ્યન્સ, ગોલ્ફર્સ કે ચેસ-પ્લેયર્સના દિમાગમાં ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે એ લાક્ષણિકતાઓનો ઉપયોગ તેઓ વિશેષરૂપે કૌશલ્યસભર પ્રવૃતિ માટે કરે છે. જે પ્રવૃતિ માટે મગજના જે હિસ્સાનો ઉપયોગ કરવામાં આવતો હોય એ હિસ્સાને પણ સબંધિત પ્રવૃતિમાં ફેરફારની અસર થતી હોય છે. જેમ કે જમણો હાથ બે અઠવાડિયાં નિષ્ક્રિય રહે તો મગજમાં નિષ્ક્રિય હાથની હિલચાલ માટે જવાબદાર હિસ્સાની જાડાઇ ઘટે છે. સંશોધકોએ ૪૫૦ બ્રેઇન્સના એનેટોમિકલ ફીચર્સનો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસમાં સર્વસામાન્ય લક્ષણો ઉપરાંત મગજનો સંપૂર્ણ વ્યાપ, આંતરિક ભાગની સપાટીની જોડાઇ તેમ જ વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતી ગ્રે એન્ડ વાઇટ મેટરનો સમાવેશ છે. અભ્યાસમાં બ્રેઇન એનેટોમિકલ કેરેકટરિસ્ટિકસના વ્યકિતગત કોમ્બિનેશનનો પણ સમાવેશ છે. આઇડેન્ટિફિકેશન એકયુરસી જનરલ બ્રેઇન એનેટોમિકલ કેરેકટરિસ્ટિકસના સંદર્ભેમાં પણ ૯૦ ટકા હતી. અભ્યાસમાં દરેકના દિમાગની રચના જુદા-જુદા પ્રકારની હોવાનું સિદ્ધ થયું હતું.

(3:44 pm IST)