Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગ્રીનલેન્ડના આ ગામના કિનારે ૧.૧૦ કરોડ ટનની હિમશિલા આવી પહોંચી

એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરની વચ્ચે આવેલા ગ્રીનલેન્ડ દેશના એક નાનકડા ગામના કિનારે જબરી હલચલ મચી ગઇ છે. આમ તો દરિયાકાંઠે આવેલા આ ગામમાં માત્ર ૧૬૯ લોકો જ રહે છે, પરંતુ એક દિવસ અચાનક દૂરથી હિમશિલા ગામ ભણી ખેંચાઇ રહી હોવાથી ગામલોકોમાં જબરો ભય પેદા થઇ ગયો છે. ગામના કાંઠે લગભગ બે ફુટબોલના ગ્રાઉન્ડની સાઈઝની હિમશિલા આવી પહોંચી છે જેની નયનરમ્ય તસ્વીરો ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફરી રહી છે. જોકે ગામવાસીઓ માટે આ દ્રશ્ય ખોૈફ પેદા કરનારું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ આઇસબર્ગ ૭૦૦ ફુટ પહોળો અને ૩૦૦ ફુટ ઊંચો છે. વજન અંદાજે૧.૧૦ કરોડ ટન જેટલું છે. ગામના કિનારા સુધી નાની હિમશિલાઓના ટુકડા આવવાનું સામાન્ય છે, પરંતુ આટલો જાયન્ટ આઇસબર્ગ ખેંચાઇ આવે એ અસામાન્ય છે. આ હિમશિલામાં લગભગ ૭૪ અબજ લીટર  જેટલું પાણી હશે. એ ઓગળશે એટલે દરિયાની સપાટી ઊંચી આવશે અને બની શકે કે કદાચ સુનામી પણ આવે. જોકે સમુદ્રશાસ્ત્રીઓને આશા છે કે તેજ પવન અને સમુદ્રની લહેરોને કારણે આ આઇસબર્ગ ગામથી દૂર ખેંચાઇને જતો રહેશે. જોકે આ હિમશિલા જોઇને ત્રીજા ભાગનું ગામ ઓલરેડી ખાલી થઇ ગયું છે.

(4:20 pm IST)