Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

માત્ર પ મિનીટમાં મેળવો માથાના દુઃખાવામાંથી રાહત

ગરમી અને આ તનાવભર્યા જીવનના કારણે માથાનો દુઃખાવો એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. માથાના દુઃખાવાની સમસ્યા માત્ર મોટા  લોકોને જ નહિં નાના બાળકોને પણ થઈ શકે છે. માથામાં દર્દ થતા વ્યકિતનું ધ્યાન કોઈ પણ કામમાં કેન્દ્રિત થતુ નથી. કયારેક તો અસહ્ય દુઃખાવો થાય છે. અને આ દુઃખાવાથી છુટકારો મેળવવા લોકો કેટલાય પ્રકારની દવાઓનું સેવન કરે છે. પરંતુ, વધારે પડતી આ દવાઓનું સેવન કરવાથી તમારા શરીર પર તેની ખરાબ અસર પડે છે. તો તમે ઘરેલુ ટીપ્સ અપનાવી માથાના દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો.

૧. આદુ : આદુ માથાનો દુઃખાવો દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. આદુને નાના-નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ તેને પાણીમાં ઉકાળી લો. હવે આ પાણીમાં બાફ લો. થોડી વાર બાફ લેવાથી માથાના દુઃખાવાથી છૂટકારો મળશે.

૨. લીંબુનો રસ : મોટા ભાગે માથાના દુઃખાવાની સમસ્યા ઉનાળામાં થાય છે. આદુના રસમાં બરાબર માત્રામાં લીંબુનો રસ મિકસ કરીને પીવો. દિવસમાં ૨ વાર તેને પીવાથી થોડી વારમાં જ રાહત મળશે.

૩. ફુદીનો : ફુદીનાના પાનનો રસ કાઢીને પીવાથી તરત જ સમસ્યામાંથી રાહત મળશે.

૪.આઈસ પેક : માઈગ્રેન અથવા સામાન્ય માથાનો દુઃખાવો થતા આઈસ પેકનો ઉપયોગ કરો. આઈસ પેકને ગરદનની પાછળ રાખો. જેનાથી આરામ મળશે.

૫. લવિંગ : લવિંગને પીસીને એક કપડામાં બાંધી લો. હવે તેને થોડા-થોડા સમયે સુંઘતા રહો. એવુ કરવાથી થોડા દિવસોમાં જ દરરોજના માથાના દુઃખાવાથી રાહત મળશે.

(11:58 am IST)